Friday, July 5, 2019

લૈલા વેબ સીરિઝની રિવ્યુ


શું છે આપણું ભવિષ્ય, હવા પાણીના પ્રદુષણ સામે આપણે કેવી રીતે લડીશું ?  આ લૈલા વેબ સીરિઝમાં જોયા બાદ વિચાર કરવો પડે

વેબ સીરીઝ જોનારો એક અલગ વર્ગ છે જેમા મોટા ભાગે યુવા વર્ગનો સમાવેશ થાય છે. આમ તો યુવાનો સિનેમા હોલમાં પણ ફિલ્મો જુએ છે પણ મોબાઇલ અને ઇન્ટરનેટના લિધે વેબ સીરીઝનો ક્રેઝ વધી ગયો છે. ત્યારે આપણ આજે વાત કરીશું નેટફ્લિક્ષ પર આેવેલી વેબ સિરીઝ લૈલાની 


નેટફ્લિક્ષ પર શરૂ થયેલી નવી વેબ સિરીઝ 'લૈલા' ને લઇને વિવાદ શરૂ થઇ ગયો  છે. કેટલાક હિંદુ સંગઠનો આ વેબ સીરીઝનો વિરોધ કરી રહ્યા છે. આ વેબ સીરિઝનો વિરોધ થવાનું મુખ્ય કારણ તેની હિન્દુને વિલેન દેખાડવામાં આવ્યા છે. તેમજ તેનો વડો મુસ્લીમ, દલિત તેમજ ગરીબ વિરોધ છે. એટલા માટે પણ આ વેબ સીરિઝનો વિરોધ થઇ રહ્ય છે. હિન્દુ ધર્મ કે, દેશ એટલો પણ કમજોર નથી કે તેને આ પ્રકારના ફિલ્મ કે, કોઇ સાહિત્યથી નુક્સાન થાય. આવા લોકો ધર્મ કે, દેશને નથી બચાવા માગતા પણ તે રાજકારણીન અંધ ભક્તિ કરીને ઇનામ મેળવા માંગે છે


આ વેબ સિરીઝ દિપા મહેતા એ બનાવી છે, દિપા મહેતા આર્ટ  ( સમાંતર)  પ્રકારની ફિલ્મો બનાવા માટે જાણિતા છે.  દિપાપા મહેતા વર્તમાન સમય કરતા ઘણું આગળનું વિચારીને ફિલ્મો બનાવે છે. 1996 માં આવેલી ફિલ્મ ફાયર પણ કાઇક આવી જ ફિલ્મ છે. જેમા લેસ્બીયન સંબંધો દેખાડવામાં આવ્યા હતા. તો 2005 માં આવેલા ફિલ્મ વૉટરમાં આશ્રમમાં રહેતી વિધવાઓની સમસ્યા વિધવા પાસે આશ્રમ દ્વારા કેવી રીતે તેમની શારીરિક શોષણ કરવામા આવે છે તેને લઇને ફિલ્મો બનાવી હતી. દિપા મહેતાની ફિલ્મો કમર્શિયલી બહુ કમાણી નથી કરતી પણ તેની ફિલ્મોમાં એક સંદેશો જરૂર હોય છે. જે સમાજના લોકોને વિચારતા કરી મૂકે, 

લૈલામાં ભારતની આઝાદીના 100 વર્ષ બાદના ભવિષ્યને દર્શાવામાં આવ્યું છે. હવા, પાણી, પ્રદુષણ, સામાજિક અસમાનતા તેમજ સરમુખત્યારશાહી જેમા લોકોને જોરથી બોલવાની કે હસવાની પરવાંગી નથી. આ વેબ સિરીઝમાં ભલે  ભવિષ્યની સ્ટોરી બતાવામાં આવી હોય પણ હકિકતમાં તે 200 વર્ષ ભુતકાળમાં લઇ જાય છે. જ્યાં સામાજિક અસમાનતા ધર્મ જૂનુન, સવર્ણ સ્ત્રીઓ મુસ્લિમ કે દલિતો સાથે લગ્ન ના કરી શકે જો કરે તો તેમને નર્ક જેવુ જીવન જીવવા મજબૂર બનવું પડે. જેને એક આશ્રમમાં રાખીને શુદ્ધ કરવામાં આવતી હતી.



સીરીઝની શરૂઆતમાં શાલિન ચૌધરીના ઘરેથી કિડનેપ કરવાથી થાય છે. તેના પતિ પર આરોપ મૂકવામાં આવે છે કે,બહાર લોકોને પીવા માટે પાણી નથી મળતું અને તમે સ્વીમિંગ પુલમાં પાણીનો બગાડ કરો છે. ત્યાર બાદ બે વર્ષ સુધી શાલિનીને આશ્રમમાં રાખવામાં આવે છે. જે હકિકતમાં તેણે એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. તે માટે તેની શુદ્ધી કરવામાં માટે તેના ઘરે આર્યવત નામના સંગઠન કે જે સરકાર પણ ચલાવે છે તેના દ્વારા બળજબરીથી પકડીને આર્યવતના આશ્રમમાં બે વર્ષ સુધી શુદ્ધિકરણ કવરમાં આવે છે. જેમા મહિલાઓનું બરપુર શોષણ કરવામાં આવે છે. શુદ્ધિ થવા માટે મહિલાઓને પુરુષોના એઠવાડ પર આરોટવું પડે છે. તેમના પગરખાને પાલિશ કરવા પડે છે. 

સરમુખત્યાર જોશીજીના નામે જાણીતુ છે. તેના ભક્તો છે, તેના કટ્ટર સમર્થકો છે જે તેની વિરોધમાં એક પણ શબ્દ નથી સાંભળી શક્તા. તેમજ ઉચ્ચ નીચનો ભેદભાવ પણ છે. કચરાના ઠગમાં રહેતા લોકો સાયકલ વાળો હાઇવે પર જતા બિક અનુંભવે છે. તો દુકાનદાર આર્યવતના કર્મચારીના આવવા પર ગાંધીજીના ફોટાને ફેરવીને જોશીજીના ફોટા કરી દે છે.

વિધર્મીથી પેદા થયેલા સંતાનને મિશ્રિત કહેવામાં આવે છે. જેને મારી નાખવામાં આવે છે. આશ્રમાં ગર્ભવતી મહિલાઓને મિશ્રિત બાળકને જન્મ આપે તેને પણ મારી નાખામાં આવે છે.  સ્ત્રીને શુદ્ધ થવા માટે પોતાની સાથે કામ કરતી મહિલાને પોતાના હાથે હત્યા પણ કરવી પડે છે. તે શુદ્ધિકરણનો એક ભાગ માનવામાં આવે છે. આ આશ્રમનું સંચાલન કરતાને મહિલાઓ ગુરુમા કહે છે જે કટ્ટર આર્યવત સમર્થક છે. જે મહિલા આ શુદ્ધિકરણની પરિક્ષા પાસ કરે તેને તેના ઘરે જવાની રજા આપવામાં આવે છે. પણ તેમા પણ એક શરત હોય છે તેના ઘર પરિવારનો લોકો તેનને લેવા આવે તો જ તેને ઘરે જવા દેવામાં આવે છે. જે તેમની સાથે કરવામાં આવતો દગો છે.


શાલિની પોતાની પુત્ર લૈલા પાસે જવા માંગ છે. એટલે ચુપચાપ તમામ પ્રકારના અત્યાચાર સહન કરે છે. એક દિવસ તેને આર્યવતના નર્કમાથી ભાગવાની તક મળી જાય છે. ત્યાંથી આપણને એક એવા ભારતના દર્શન થાય છે. તેની આપણ કલ્પના પણ ના કરી શકીએ. આ ભવિષ્યના ભારતમાં પાણીની તંગી છે. લોકો પાણી માટે  મારપીટ કરે છે. જ્યાં ગરીબ લોકો કચરાના ઠગ પર વસવાટ કરે છે. તેમની માટે કોઇ જ પ્રકારની સુવિધા નથી. ત્યાં વરસાદ પડે છે તે પણ પ્રદુષિત હોય છે. પાણી એટલું પ્રદુષિત હોય છે કે, તેનો રંગ પણ કાળો હોય છે.  

શાલિનીને આ જર્નિમાં એક બાળકીનો ભેટો થાય છે જેમા શાલિનીને પોતાની દિકરી લૈલા દેખાય છે. પણ તે એક ભીડમાં તેનાથી છુટી પડી જાય છે ત્યાંર બાદ તે પાછી નથી ફરતી. શાલિની પોતાના પતિના ઘરે પહોંચે છે ત્યાં તેના માતા પિતાને મળે છે. જેની જાણ આર્યવતના લોકોને થઇ જાય છે. તે તેને ફરી પાછી તેની ગુલામી કરવા  માટે તેની સાથે લઇ જાય છે. 

મોહન રાવને શાલિની પ્રભાવિત કરે છે તેના દ્નારા તે જોશીજી તેના પ્રોજ્કેટ પર કામ કરી રહ્યા છે જે વધતા જતા પ્રદુષણને આર્યવતના આજુબજુમાં આવતા કેવી રીત ેરોકી શકાય તેમજ તે પણ ગરીબોના ભોગે આ સીરિઝમાં ગરીબોને દુષ કહેવામાં આવે છે જે એક ગાળ સમક્ષ જ છે.


આ વેબ સીરીઝ 6 ભાગમાં છે તમામ ભાગ એક કલાકનો છે. વચ્ચેનો ભાગ તમને બોર કરી શકે છે. તમારી ધીરજની પરીક્ષા પણ લેશે. તમને એવુ પણ થશે કે વચ્ચેના ભાગ છોડીને ક્લાઇમેક્સ જોઇ લઇએ. ક્લાઇમેક્સ અધુરો હોય તેવું લાગે છે. તેનો બીજો ભાગ આવવાની પુરી શક્યા છે. સાથે સાથે શાલિનીને મળેલી બાળકીનું શુ થાય છે. આર્યવત સામે છુપી રીતે લડતા એક વિદ્રોહી કહેવામાં આવે છે. શાલિની પણ આ વિદ્રોહી સાથે મળી જાય છે. પણ ક્યાંકને ક્યાંક તે પોતાની ખોવાયેલી દિકરી લૈલાને મેળવવા માટે આ વિદ્રોહી સાથે જોડાય છે. લૈલા તેની દિકરી પાસે પહોંચી શકે છે, વિદ્રોહી આગળ શુ કરશે. જોશીજી, મોહન રાવની શુ ભૂમિકા છે. આ સિવાયના ઘણા સવાલ છે .તે બની શકે વેબ સીરિઝના બિજા ભાગમાં મળે  જે રીતે આ સીરિઝને અંત દેખાડવામાં આવ્યો છે તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેનો બીજો ભાગ બનશે.